ઈતિહાસ

મ્યુઝિયમનો ઈતિહાસ

રાષ્ટ્રિય દરિયાઈ સંગ્રહાલયનો ઈતિહાસ

રાષ્ટ્રીય દરિયાઈ સંગ્રહાલયની (એન એમ એમ) 1934 માં સંસદના કાયદા દ્વારા ઔપચારિક સ્થાપના કરવામાં આવી અને 27 એપ્રિલ 1937 ના રોજ રાજા જ્યોર્જ પંચમ દ્વારા સાર્વજનિક રીતે ખુલ્લું મુકવામાં આવ્યું. તેમાં 17 મી સદીનું ક્વિન્સ હાઉસ અને 1950 થી ધ રોયલ ઓબ્ઝર્વેટરિ, ગ્રિનવીચ સામેલ છે. તેમજ, કોનવીલ પર કોલેહેલેકવે પાસે નાનકડુ સંગ્રહાલય છે એન એમ એમ નેશનલ ટ્રસ્ટ સેઈલીંગ ક્રિડા નૌકા શેમરાકે સાથે અને ‘વલ્હાલ્લાની શીપ’ ના ટ્રેસ્કો, સ્કીલીના ઇસલ્સના જાણીતા સંગ્રહ છે.

એન એમ એમ ના મોટાભાગના નાના વહાણોનો સંગ્રહ હવે નવા રાષ્ટ્રિય દરિયાઈ સંગ્રહાલય, કોર્નવૉલ, ફ્લમાઉથ ખાતે પ્રદર્શિત છે.

આ સંગ્રહમાં 2.48 લાખ વસ્તુઓ સામેલ છે જેમાં ઘણી બ્રિટનના અન્ય સંગ્રહાલય ખાતે લોન પર છે. ગ્રિનવીચની સાર્વજનિક ગેલેરીમાં વિષયવસ્તુને લગતા પ્રદર્શન છે અને બાકીનું લોક રૂચિ અને સંશોધન માટે ઘણા રસ્તા મોકળા કરી દે છે. ઘણી વસ્તુઓ સંગ્રહાલયની સંગ્રહ ઓનલાઈન અને સંગ્રહાલય આર્ટ ગ્રિનવીચ વેબસાઈટ પર ઉપલબ્ધ છે. www.nmm.ac.uk/collections

અનન્ય સંગ્રહ

સંગ્રહાલયમાં બ્રિટનના દરિયાઈ ઈતિહાસનું વિશ્વ ખડું છે જેમાં દરિયાઈકલા (બ્રિટીશ અને 17 મી સદીની ડચ બંને) નક્શા દોરવાની કળા, સત્તાવાર પબ્લીક રેકોર્ડ સહિત હસ્તપ્રત, જહાજના નમૂના અને આયોજન, વૈજ્ઞાનિક અને દિશાસૂચક સાધનો, ટાઈમ કિપીંગ અને ખગોળવિદ્યા (વેધશાળાને આધારે) અને ઘણી બીજી કક્ષાઓ સામેલ છે. તેનો બ્રિટીશ પ્રતિકૃતિ સંગ્રહ રાષ્ટ્રિય પ્રતિકૃતિ ગેલેરી કરતાં પણ મોટા કદનો છે અને તેના નેલ્સન અને કુકને સંબંધિત સંગ્રહ અન્ય કરતાં બિનહરિફ છે આમાં વિશ્વની સૌથી મોટી દરિયાઈ ઐતિહાસિક અનુસંધાન લાયબ્રેરી (100,000 વોલ્યુમ્સ) સહિત 15 મી સદી ની જુની ચોપડીઓ છે.

સંગ્રહાલય તેની મુખ્ય ઈમારતની અનન્ય સ્થાપત્યકલાનું મહત્વ ધરાવે છે, ખાસ કરીને મેરીટાઇમ ગ્રિનવીચ નું ઐતિહાસિક પાર્ક એન્ડ પેલેસ પ્રાકૃતિક દૃશ્ય માટે ક્વીન્સ હાઉસ કેન્દ્રસ્થ છે. જેને 1997 માં યુનેસ્કોએ વિશ્વના ધરોહર જાહેર કરી છે. ફ્લેમસ્ટીડ હાઉસ (1675-76), વેધશાળાના અસલ ભાગની સર ક્રિસ્ટોફર રેને ડિઝાઇન કરી હતી અને વૈજ્ઞાનિક સંશોધન સગવડ માટે હેતુપુર્વક બંધાવેલ બ્રિટનમાં પહેલવહેલી હતી.

ગ્રીનવીચ ખાતેની રોયલ વેધશાળા

રોયલ વેધશાળા 1675 ની 22 મી જૂને રાજા ચાર્લ્સ બીજા દ્વારા બાંધવામાં આવી. દરિયાઈ અને જમીનથી દૂરની બાજુ અને પૂર્વ-પશ્ચિમ દિશાની સ્થિતિ નક્કી કરી, રેખાંશવૃતની સમસ્યાનું નિરાકરણ કરવા ખાસ કરીને આની સ્થાપનાં કરવામાં આવી.ચાર્લ્સ બીજાએ માર્ચ 1675 માં રોયલ ખગોળશાસ્ત્રી તરીકે જહોન ફલેમસીડની નિમાણૂંક કરી. 28 વર્ષનાં પાદરીએ નીચે મુજબની માહિતી આપી.

દિશાસૂચનની કળાને ચોક્કસ બવાવવા ઈચ્છીત જગ્યાઓનાં રેખાંશવૃત નક્કીકરવા, સ્થિર તારાઓની જગ્યા અને આકાશમાંની હિલચાલ માટેની જાણકારીમાં સુધારા-વધારા કરવા તે અત્યંત કાળજીપૂર્વક અને ચીવટથી કામ કરશે.

રેખાશવૃંત ત્યાર બાદ દરિયા અંગેની ગણતરી કરવા અસમર્થ રહયા, અને ફ્લેમ સીડે 1676 માં રેખાંશવૃતની સમસ્યા નિવારવા ફરીથી તેનું નિરિક્ષણ કાયમ માટે શરૂ કર્યું, રોયલ વેધશાળા, ગ્રિનવીચ એ મુખ્ય મધ્યાહ્નરેખાંશવૃંત 0o 0’ 0” માટેના એક સ્ત્રોત્ર છે.19 મી સદી સુધી દરેક દેશોએ પોતાનો શૂન્ય મધ્યાહ્ન રાખ્યો હતો. 1884 માં આંતરરાષ્ટ્રિય મધ્યાહ્ન પરિષદ વોશિંગ્ટન ડી.સી. માં યોજાઈ જેમાં દુનિયા માટેનો મુખ્ય મધ્યાહ્ન સ્વીકારવામાં આવ્યો. 25 દેશો આમાં પ્રતિનિધિ હતા અને તેઓએ દુનિયા માટે ગ્રિનવીચના મધ્યાહ્નને મુખ્ય મધ્યાહ્ન ગણવા મતદાન કર્યુ. તેઓ, મુખ્ય મધ્યાહ્નથી બંને દિશામાં માપતા પૂર્વ રેખાંશવૃતને પ્લસ અને પશ્ચિમને માઈનસ બનાવવા અંગે સહમત થયાં.

1960 માં, રોયલ ગ્રિનવીચ વેધશાળા હેરસ્ટમોન્સેકસ (અને પછી થી કેમ્બ્રિજ) ખાતે ખસેડાયા બાદ, ફ્લેમસીડ હાઉસ ને પણ રાષ્ટ્રીય દરિયાઈ સંગ્રહાલમાં ફેરવી દેવાયું, ત્યાર પછીનાં દસ વર્ષોમાં તેની કાળજી માટે બાકીની ઈમારતને પણ પરિવર્તિત કરી દેવાઈ, અહીયા વૈજ્ઞાનિક ખાસ કરીને વેધશાળાનાં સાધનોનો સંગ્રહ કરવાનો ચાલુ છે. આક્ટોબર 1998 માં કેમ્બ્રીજખાતેની RGO બંધ થયા બાદ હવે આ જગ્યા રોયલ ગ્રિનવીચ વેધશાળા તરીકે ઓળખાય છે.

ક્વીન્સ હાઉસ

જેમ્સ પહેલો (1603-25 દરમ્યાનનો) નાં પત્ની ડેન્માર્કનાં રાણી એન્ને દ્વારા ગ્રિનવીચમાં ક્વીન હાઉસ બનાવવામાં આવ્યુ. જેમ્સ મોટે ભાગે પ્લાસેન્ટીઆનાં ટુડોર મહેલ ખાતે રહેતો, જ્યાં જૂની રોયલ નેવલ કોલેજ અત્યારે આવેલી છે, જે પહેલાનાં સ્ટુઅર્ટ રાજવંશ માટેનું મહત્વનું નિવાસસ્થાન હતું અને ત્યાર બાદ ટુડોર માટેનું બન્યું. એવું કહેવાય છે કે 1614 માં શિકાર દરમ્યાન જેમ્સનાં પાળેલા કૂતરાને અચાનક ઠાર કરવાથી મોત નીપજતા તેની જાહેરમાં શપથવિધિ બાદ ગ્રિનવીચનીરૂઢિ મુજબ એન્નેએ દિલગીરી વ્યકત કરી હતી.

ઈનીગો જહોન્સ અને યુરોપીયન પ્રભાવ

1616 માં એન્નેએ ઈનીગો જહોન્સ (1573-1652) સાથે મળીને ગ્રિનવીચ ખાતે તેની માટે નવું પેવેલીયન તૈયાર કર્યું. જહોને કોર્ટ એન્ટરટેઈનમેન્ટનાં ડિઝાઈનર તરીકે ખ્યાતિ મેળવી હતી. અને તેને પછીનાં વર્ષોમાં રાજાનાં કામો માટે સર્વેયર તરીકે નીમવામાં આવ્યા હતા. પેવેલીયન દેખીતી રીતે આગતા સ્વાગતા અને સત્કાર માટેની ખાનગી જગ્યા હતી અને ગ્રિનવીચ થી વુલબીચ રોડ, જે પેલેસ ગાર્ડન અને રોયલ પાર્ક વરચે આવેલો છે તેની વરચેનાં પુલની ડિઝાઈન પણ તેના દ્વારા તૈયાર કરાઈ હતી. જહોને રોમન અને આધુનીક સ્થાપત્ય અંગેનો અભ્યાસ કરવા તાજેતરમાં જ ઈટાલીમાં ત્રણ વર્ષ ગાળ્યા. આ તેનુ મહત્વનું પ્રથમ કામ હતું અને પ્રથમ સંપૂર્ણ ક્લાસીકલ ઈમારત આજે ઈંગ્લેન્ડમાં જોવા મળે છે. સામાન્ય રીતે તેને પેલ્લાડીયન પદ્ધતી કહેવાય છે, તેનો મુખ્ય નમૂનો પોગ્ગીઓ એ કાઈનો નાં મેડીસી વીલા ખાતે ગીઉલીનાઓ ડી સાન્ગાલ્લોએ તૈયાર કર્યો છે.હાઉસનું કામકાજ એપ્રિલ 1618 માં બંધ રખાયું જ્યારે એન્ને માંદી પડી, ત્યાર પછીનાં વર્ષમાં તે મૃત્યુ પામી. ત્યારે ફક્ત પ્રથમ માળ સુધીનું જ કામ થયેલુ હતું અને ઈમારતને ફરીથી જેમ્સનાં પુત્ર ચાર્લ્સ પહેલાએ, જ્યારે 1629 માં ફ્રાન્સનાં હેનરી ચોથાનાં પુત્રી, રાણી હેનરી એટ્ટા મારીયાને ગ્રિનવીચ સોંપ્યું ત્યારે આ ઈમારતનું બાંધકામ કરી શરૂ થયું. સંપૂર્ણ રીતે બાંધકામ 1635 માં પૂરુ થયું.

ગાણિતીક અને ક્લાસીકલ તાલમેલ સાથે આધુનીક વિચારોને રજૂ કરતું આ હાઉસ એ સમયે બ્રિટનમાં એક ક્રાંતિ બની ગયુ હતું. અગ્રણી યુરીપીયન ચિત્રકારો – જોરડ્ન્સ અને ઓરાઝીઓ જેન્ટીલેચીને અંદરની છતને શણગારવાનું અને બીજુ કળા અંગેનું કામ સોંપાયુ હતું અને ક્લાસીકલ મૂર્તિઓ ચાર્લ્સ દ્વારા પૂરી પડાઈ જે સંગ્રહ માટે માન્ટુઆનાં ગોન્ઝાગા ડક્સ ખાતેથી એક સાથે ખરીદવામાં આવી હતી. રાણીનાં બેડ ચેમ્બરની છતમાં કરાયેલી – સુશોભન કલા (ગ્રોસ્ટેક), ટુપીલ સીડી (બ્રિટનની સૌ પ્રથમ ટેકા વગરની વળાંકવાળી સીડી) પરની લોહકામગીરી, રંગહિન છતા મૂળભૂત રીતે ચિત્રિત થયેલુ હોલમાંનું વૂડ વર્ક (લાડકા પરનું કોતરકામ) અને અંતે 1635 માં નાંખવામાં આવેલ સંગેમરમર ની ફરસ એ તમામ, સમગ્ર હાઉસનો ઠાઠમાઠ છે. હેનરી એટ્ટા મારીયા આ હાઉસને વધુ સમય ન માણી શકી. 1642 માં ફાટી નીકળેલ નાગરિક યુદ્ધે સ્ટુઅર્ટ રાજવંશને વેર વિખેર કરી નાંખ્યો. કેથેલીક સંપ્રદાયમાં રાણીનાં વળગી રહેવાનાં કારણે વાસ્તવિકતા હંમેશા શંકાસ્પદ રહી, રાણીએ ફ્રાન્સમાંથી દેશવટો લીધો, 1649 માં રાજાને સત્તા પરથી દૂર કરી દેવાયો, તેની માલ મિલકત જપ્ત કરાઈ અને કોમનવેલ્થ પ્રદેશ દ્રારા (1649-60) માં બધુ વેરણ છેરણ કરી દેવાયુ. હાઉસે તેનો ખજાનો ગુમાવ્યો અને સરકારી નિવાસસ્થાન બની ગયું. જ્યારે નદી બાજુનો ટુડોર મહેલ પતનનાં પંથે છે ત્યારે આતો હજી જીવંત છે.

પછીનાં ફેરફારો

1660 માં રાજાશાહીનાં પુનઃસ્થાપન બાદ, હેનરીએટ્ટા મારીયાનાં પુત્ર રાજા ચાર્લ્સ બીજાએ 1662 માં આ હાઉસને તેનાં કામચલાઉ ઉપયોગ માટે તૈયાર કર્યું. ત્યાર બાદ તે સમરસેટ હાઉસ ચાલી ગઈ અને પેરીસમાં 1669 માં તેનું મૃત્યુ થયું. રસ્તા તરફ પૂર્વ અને પશ્ચિમમાં બે રૂમ વધારાનાં ઉમેરાયા તે આમાં કરાયેલ મુખ્ય ફેરફારો હતા. રસ્તા બાજુના બે અલાયદા બ્લોકો, મધ્યનાં, પ્રથમ માળનાં જોડાણ સાથે સંકેળાયેલા હતા, એવા મૂળભૂત ‘H’ આકારને બદલે પ્રથમ માળને ચોરસમાં બનાવવામાં આવ્યો.દરિયાઈ ચિત્રકામ માટેની ઈંગ્લીશ સ્કૂલ બનાવનાર અને ચાર્લ્સને નિમંત્રણ આપવા ઈંગ્લેન્ડ આવનાર ડચ દરિયાઈ કલાકારો, પિતા અને પુત્ર વિલીયમ વાન ડે વેલ્સ માટે, 1673 થી આ હાઉસમાં સ્ટુડિયોની જગ્યા અલાયદી ફાળવામાં આવી હતી. આ હાઉસનો 18 મી સદીમાં જુદા-જુદા રાજકીય પ્રતિષ્ઠા અને સમારંભને લગતા હેતુઓ માટે ઉપયોગ થતો રહ્યો અને તેનાં મોટા ભાગની મૂળ બારીઓમાં રેશમી પડદાઓ લગાવી દઈને તેને આધુનિક શાશ્વત સુંદરતા આપવામાં આવી.
[ Cour. www.nmm.ac.uk ]

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s